બિહાર ચૂંટણી LIVE: બપોરે 3 વાગ્યા સુધીમાં 46 ટકા જેટલું મતદાન, પ્રથમ તબક્કામાં 71 બેઠકો પર ચાલુ છે વોટિંગ

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું આજે મતદાન છે. રાજ્યના 16 જિલ્લાની 71 બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કામાં 8 મંત્રીઓ સહિત કુલ 1064 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. કોરોનાકાળમાં મતદાન થઈ રહ્યું છે માટે મતદારો માટે ચૂંટણી પંચે જરૂરી નિર્દેશો બહાર પાડ્યા છે. 

બિહાર ચૂંટણી LIVE: બપોરે 3 વાગ્યા સુધીમાં 46 ટકા જેટલું મતદાન, પ્રથમ તબક્કામાં 71 બેઠકો પર ચાલુ છે વોટિંગ

પટણા: બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું આજે મતદાન છે. રાજ્યના 16 જિલ્લાની 71 બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કામાં 8 મંત્રીઓ સહિત કુલ 1064 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. કોરોનાકાળમાં મતદાન થઈ રહ્યું છે માટે મતદારો માટે ચૂંટણી પંચે જરૂરી નિર્દેશો બહાર પાડ્યા છે. 

પહેલા તબક્કાનું મતદાન, LIVE UPDATES...

- ભાજપે રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરીને આજે મતદારોને બિહાર ચૂંટણીના પહેલા તબક્કામાં મત માંગવા પર ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી. 
- બપોર 3 વાગ્યા સુધીમાં 46.29 ટકા જેટલું મતદાન થયું છે. 
- બિહારમાં પહેલા તબક્કાનું મતદાન ચાલુ છે. આ બધા વચ્ચે બિહાર જેડીયુ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહે કહ્યું કે જે રિપોર્ટ આવી રહ્યા છે તે મુજબ અમે બે તૃતિયાંશ બહુમતીથી જીતી રહ્યા છીએ. પહેલા તબક્કાનું મતદાન એનડીએ માટે ઉત્સાહ વધારનારુ છે. જે ભ્રમ ફેલાવવાની કોશિશ થઈ તેનાથી કોઈ ફરક પડ્યો નથી. ફેરફારનો અર્થ છે કે એનડીએ પહેલા કરતા વધુ બેઠકો જીતી રહ્યું છે. અમે જનતા પાસે કામના આધારે મત માંગી રહ્યા છીએ. 
- બિહારમાં 11 વાગ્યા સુધીમાં કુલ 18.37 ટકા મતદાન થયું છે. ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ રોહતાસ-13, ઔરંગાબાદ 18.46, કૈમૂર 16.98, અરવલ 14.81, ભોજપુર 16.21, બક્સર 19.10, શેખપુર 17.31, બાંકા 22.58, મુંગેર 15.20, જમુઈ 13.91, પટણા 18.97, નવાદા 23.42, ભાગલપુર 23.01, જહાનાબાદ 11.41, ગયા 19 અને લખીસરાયમાં 26.76 ટકા મતદાન થયું છે. 
- કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને બિહાર પ્રભારી શક્તિસિંહ ગોહિલે કહ્યું કે "ભાજપ પોતાના ઘરને રોશન કરવા અને નીતિશજીના ઘરને બાળવા માટે પોતાના હાથમાં 'ચિરાગ' રાખવા માંગે છે. તેઓ ચિરાગને પણ બુઝાવવા માંગે છે આથી ભાજપ પહેલા ચિરાગનો ઉપયોગ કરવા માંગે છે અનેત ત્યારબાદ તેનાથી છૂટકારો મેળવી લેવાનો."

— ANI (@ANI) October 28, 2020

- કોમનવેલ્થ ગેમ્સમાં સ્વર્ણપદક વિજેતા અને બિહારની જમુઈ વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર શ્રેયસી સિંહે આજે મતદાન કર્યું. તેમણે નયા ગામમાં પોતાના બૂથ પર જઈને મતદાન કર્યું. તેઓ પૂર્વ કેન્દ્રીયમંત્રી દિગ્વિજય સિંહના પુત્રી છે. 
- ભાજપના નેતા અને બિહારની નીતિશકુમાર સરકારમાં કૃષિમંત્રી પ્રેમકુમાર સાઈકલથી મતદાન કરવા પહોંચ્યા. પ્રેમ કુમાર સાથે મોટી સંખ્યામા ંલોકો હતા. મંત્રી પ્રેમ કુમારે ગયામાં પોતાના બૂથ પર જઈને મતદાન કર્યું. 

— ANI (@ANI) October 28, 2020

- બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે પણ મતદારોને ખાસ અપીલ કરી. તેમણે કહ્યું કે લોકતંત્રમાં મતદાન ફક્ત અધિકાર નહીં પરંતુ જવાબદારી પણ છે. બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં આજે 71 બેઠકો પર મતદાન છે. જો તમે આ વિસ્તારના મતદારો હોવ તો કૃપા કરીને મત આપવા જરૂર બહાર નીકળો. તમારો એક મત
- કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ મતદારોને ખાસ અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ વખતે ન્યાય, રોજગાર, ખેડૂત-મજૂરો માટે તમારો મત ફક્ત મહાગઠબંધન માટે. બિહારના પહેલા તબક્કાના મતદાન માટે તમને બધાને શુભકામનાઓ.
- મતદાન શરૂ થયું તેના પહેલા કલાકમાં 8 વાગ્યા સુધીમાં 5 ટકા સરેરાશ મતદાન નોંધાયું. 
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને બિહારના લોકોને અપીલ કરી કે તેઓ લોકશાહીના આ તહેવારમાં ભાગ લે. આ સાથે કોરોનાથી સાવચેતી જાળવીને તમામ નિયમોનું પાલન કરીને મતદાન કરવાનું કહ્યું. 

Polling for the first phase of #BiharElections is underway. pic.twitter.com/zpnHTA15BF

— ANI (@ANI) October 28, 2020

- કોરોનાકાળમાં ચૂંટણી થઈ રહી હોવાથી કોરોનાની ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવીને લાઈનમાં ઊભા રાખવામાં આવી રહ્યા છે. સેનિટાઈઝિંગ થઈ રહ્યું છે. 
- કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે લખીનસરાયના બારૈયામાં કર્યું મતદાન.તેમણે કહ્યું કે ચૂંટણી એ લોકશાહીનો સૌથી મોટો તહેવાર છે. હું દરેકને અપીલ કરું છું કે તેઓ મતદાન કરે. 
- ઔરંગાબાદના ઢીબરા વિસ્તારમાં પોલિંગ બૂથ પાસેથી CRPFને બે IED મળી આવ્યાં જેમને ડિફ્યૂસ કરી નાખવામાં આવ્યા છે. 

Polling for the first phase of #BiharElections is underway.

— ANI (@ANI) October 28, 2020

- ગયામાં પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું. લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 
- સવારે 7 વાગ્યાથી પહેલા તબક્કાનું મતદાન, મતદાન શરૂ થતા જ લોકોનો મત આપવા માટે ધસારો. 

— ANI (@ANI) October 28, 2020

જીતનરામ માંઝી અને ઉદય નારાયણ ચૌધરી વચ્ચે કાંટાની ટક્કર
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં હાઈ પ્રોફાઈલ ઉમેદવારોમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની અવામ મોરચાના અધ્યક્ષ જીતનરામ માંઝી (Jitan Ram Manjhi) અને આરજેડીના ઉદય નારાયણ ચૌધરી વચ્ચે કાંટાની ટક્કર છે. આ તબક્કામાં જે આઠ મંત્રીઓના ભાવિનો ફેંસલો થશે તેમાં ભાજપના ડો.પ્રેમકુમાર અને જેડીયુના કૃષ્ણનંદન વર્મા મુખ્ય ઉમેદવાર છે. પહેલા તબક્કામાં આરજેડીના 42, જેડીયુના 35, બીજેપીના 29, કોંગ્રેસના 21 ઉમેદવારો મેદાનમાં છે. 

— ANI (@ANI) October 28, 2020

ત્રણ તબક્કામાં મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણીની 243 બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. પહેલા તબક્કાની ચૂંટણી 28 ઓક્ટોબરે એટલે કે આજે થઈ રહ્યું છે. જેમાં 16 જિલ્લાની 71 બેઠકો પર 31,000 પોલિંગ બૂથ પર મતદાન થશે. આ માટે નોટિફિકેશન એક ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. બીજા તબક્કાનું મતદાન 10 નવેમ્બરે થશે અને આ મતદાન 17 જિલ્લાની 94 બેઠકો પર યોજાશે. આ માટે 42 હજાર પોલિંગ બૂથ હશે. જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7મી નવેમ્બરે બાકીની તમામ 78 બેઠકો પર થશે. આ મતદાન માટે 33.5 હજાર પોલીંગ બૂથ બનાવવામાં આવશે. 

કોરોનાકાળમાં ચૂંટણી થવાથી ખાસ તૈયારીઓ
ચૂંટણી પંચે જણાવ્યું કે કોરોનાકાળમાં ચૂંટણી થઈ રહી હોવાથી ખુબ તૈયારીઓ કરાઈ છે. એક બૂથ પર એક હજાર મતદારો મતદાન કરી શકશે. પોલિંગ બૂથ પર મતદારોની સંખ્યા ઘટાડવામાં આવી છે. કોરોનાકાળમાં આ સૌથી મોટી ચૂંટણી છે. 6 લાખ પીપીઈ કિટ, 46 લાખ માસ્કનો ઉપયોગ થશે. 6 લાખ ફેસ શિલ્ડ, 23 લાખ ગ્લવ્સ, 47 લાખ હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. 7 ફેબ્રુઆરી 2020ના રોજ મતદાતા સૂચિ જાહેર થઈ હતી. 

મતદાનનો સમય વધારવામાં આવ્યો
ચૂંટણી પંચે જણાવ્યું કે આ વખતે મતદાનનો સમય વધારવામાં આવ્યો છે. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. કોરોનાકાળમાં નવા સુરક્ષા ધોરણો સાથે ચૂંટણી થશે. બિહારમાં  7.79 મતદારો છે જેમાં 3.39 કરોડ મહિલા મતદારો છે. વોટિંગના છેલ્લા સમયમાં કોરોના દર્દીઓ પણ મતદાન કરી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news